હવામાન વિભાગની વધુ એક આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે છૂટાછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આ તરફ આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિં હોવાના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભરુચ, છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બોટાદ, જામનગર, પાટણ,સુરત, તાપી,વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.