વધુ એક દિલ ધબકારો ચુક્યો, આણંદમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતાં મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યભરમાં હાર્ટ એટેકનો મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતાં મોત થયું છે. આણંદ પાસેનાં વલ્લભવિદ્યાનગરનાં 19 વર્ષીય પિયુષ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો. 19 વર્ષીય પિયુષનુ સમરસ હોસ્ટેલમાં જ મોત થયું હતું. સમગ્ર હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર પિયુષ ચૌહાણ નામનો વિદ્યાર્થી વલ્લભવિદ્યાનગર કોલેજની સમરસ હોસ્ટેલમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો. સારવાર માટે હોસ્પિટલ જાય તે પહેલાં જ તેનું મોત થયું હતું. 19 વર્ષીય પિયુષ ના મોતથી હોસ્ટેલ તથા કોલેજમાં ડર ફેલાયો છે અને પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.