રાજકોટમાં વધુ એક દિલ ધબકારો ચુક્યો, 22 વર્ષનાં યુવકનું હાર્ટ એટેક આવતા મોત
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનુ તાંડવ મચી ગયું છે. બાળકો અને યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બને છે. ગુજરાતમાં એક વર્ષમાં હાર્ટ એટેકથી મોત થવાનાં 2853 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી 22 વર્ષનાં તબીબનું મોત થયું છે.
આ 22 વર્ષીય તબીબને રવિવાર સાંજે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. જ્યારે દાહોદમાં પણ TRB જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.
ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ કરતા TRB જવાનનું હાર્ટ એટેક આવ્યો હતો. જેથી ગ્રાઉન્ડમાં જ જવાનનું મોત થયું હતું. જવાનનું મોત થતાં પરિવારમાં તેમજ TRB વિભાગમાં શોકનો માહોલ સર્જાયો હતો.
Tags HEART ATTACK india Rakhewal