હવામાન વિભાગની વધુ એક આગાહી, આજે આ શહેરોમાં મેઘરાજનો મેઘતાંડવ
વિદાય પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્યમાં આવી શકે છે. તેમાં બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવશે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આજે સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે.
દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ શક્યતા
દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ શક્યતા છે. બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની સંભાવના છે. આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. તથા રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે વરસાદ ગાજીને જશે. જેમાં બે દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે. 40 કિમિની ઝડપે વરસાદ રહેશે.