હવામાન વિભાગની વધુ એક આગાહી, આગામી 2 દિવસ છૂટાછવાયા બાદ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદની સંભાવના છે. જેમાં 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 2 દિવસ છૂટાછવાયા બાદ ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગના મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, એક ટ્રફ પણ ડેવલોપ થઇ રહ્યુ છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે હાલ તો સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, હજી સુધી ગુજરાતમાં જે વરસાદ થયો છે તેના વીસ ટકા વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.