વિદ્યુત સહાયક ભરતી રદ થતાં ઉમેદવારોમાં રોષ, બીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા

ગુજરાત
ગુજરાત

વિદ્યુત સહાયક ભરતી રદ થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. વડોદરામાં બીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા જોવાં મળ્યાં. પરિક્ષા પાસ કરનાર ઉમેદવારો આ નિણર્ય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ઉમેદવારો આખી રાત જેટકો ઓફિસની બહાર બેસીને પરિક્ષા રદ કરવા પર વિરોધ કરી રહ્યા છે.

MD ને મળવાની માંગ સાથે ઉમેદવારોએ ધરણા કરી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમે આખી રાત કડકડતી ઠંડીમાં ઓફિસ બહાર બેસી રહ્યાં, અમને કોઈ અધિકારીએ પૂછ્યું નહીં. અમે MD ને મળીને જ રહીશું. વધુમાં તેમણે જણાવ્યું કે અમે જેટકોના એમડીને મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા નહોતા. આથી અમે આવેદનપત્ર આપ્યુ નથી. અમે જેટકોના એમડીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી.

તેમણે જણાવ્યું કે પોલ ટેસ્ટમાં ગેરરીતિ કે ગરબડ થઈ હોય તો તે માટે અધિકારીઓ જવાબદાર છે અને તેમની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવે તે યોગ્ય નથી. આ બાબતે વધું આંદોલન કરાશે અને ગુજરાત વિધાનસભા સુધી પહોચીશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.