આનંદીબેન પટેલનો કાર્યકાળ 29મી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, યુપી ના નવા રાજ્યપાલ કોણ હશે?

ગુજરાત
ગુજરાત

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો કાર્યકાળ 29 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. બીજી વખત સત્તામાં આવ્યા બાદ, મોદી સરકારે આનંદીબેન પટેલને મધ્યપ્રદેશમાંથી હટાવીને 29 જુલાઈ 2019ના રોજ તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા. હવે તેમનો કાર્યકાળ આવતા સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે, રાજ્યના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ રાજ્યપાલને સતત બીજી ટર્મ મળી નથી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ UPના રાજ્યપાલ આનંદીબેન પટેલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો કાર્યકાળ 29 જુલાઈ 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહત્વનું છે કે, 29 જુલાઈ 2019ના રોજ આનંદીબેન પટેલે UPના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી છે. જોકે રાજ્યના આગામી રાજ્યપાલ કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સમાચાર નથી. આનંદીબેન પટેલ ફરી આ જવાબદારી સંભાળશે કે અન્ય કોઈ રાજ્યપાલને રાજ્યનો હવાલો સોંપવામાં આવશે તે પણ સવાલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.