આણંદ પોલીસે સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો, 3 આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત
ગુજરાત

આણંદ પોલીસે સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઘટના આણંદના કરમસદમાંથી સામે આવી છે. જ્યાં એક્ટિવ કરેલા 145 સીમ કાર્ડ દુબઇ પહોંચે તે પહેલા જ આણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દુબઇમાં સીમ કાર્ડ ઓનલાઇન ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે.

પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રામદેવપીરના મંદિર પાછળ આવેલી સોમાભાઇ રેસીડેન્સીમાંથી એક્ટિવ કરેલા 145 અને 14 જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓએ સીમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાની કબુલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સીમ કાર્ડ એક્ટિવ કરી દુબઇ રહેતા તેમના મિત્રને સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓ સીમ કાર્ડ ગેરકાયદે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.