સહકારી બેંકોને RBI હેઠળ લાવવા વટહુકમ લાવવામાં આવશે, મુદ્રા યોજનામાં શિશુ લોન પર વ્યાજમાં ૨%ની છૂટ.

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI )ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આ માટે કેબિનેટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મુદ્રા લોન હેઠળ આપવામાં આવતી શિશુ લોનના વ્યાજના દરમાં ૨% છૂટ આપવામાં આવશે.

જાવડેકરે કહ્યું કે, ૧,૪૮૨ ગ્રામીણ સહકારી બેંકો અને ૫૮ સહકારી બેંકોને રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આનાથી ૮.૬ કરોડ ખાતાધારકોની ચિંતા દૂર થશે. સહકારી બેંકોમાં ગ્રાહકોની રૂ. ૪.૮૪ લાખ કરોડની થાપણ જમા છે.

                                           કેબિનેટના નિર્ણયો
૧. શિશુ લોનના વ્યાજ દરમાં ૨%ની છૂટ આપવામાં આવશે. તેનાથી ૯.૩૭ કરોડ લોકોને ફાયદો થશે.
૨. સહકારી બેંકોને RBI હેઠળ મૂકવા માટે વટહુકમ લાવવામાં આવશે. આ નિર્ણય ખાતાધારકોની ચિંતાને દુર માટે લેવામાં આવ્યો છે.
૩. ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવશે. તેનાથી બુધ સર્કિટમાં પર્યટન વધશે.
૪. અધર બેકવર્ડ કાસ્ટ (OBC) કમિશનના કાર્યકાળમાં ૬ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કમિશન ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં અહેવાલ આપી શકે છે. પછાત વર્ગોની પેટા કેટેગરીના કેસની તપાસ માટે કમિશનને વધુ સમય મળશે.
૫. પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે એનિમલ હસબન્ડરી ડેવલપમેન્ટ ફંડને મંજૂરી અપાઈ. આ અંતર્ગત, સરકાર લોન લેનારાઓને વ્યાજમાં ૩%ની છૂટ આપશે.
૬. અવકાશ સંશોધન કેન્દ્રોને ખાનગી ક્ષેત્ર ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે નવી સંસ્થા બનાવવામાં આવશે. તેનું નામ ઇન્ડિયન નેશનલ સ્પેસ, પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર રાખવામાં આવશે. આ સંસ્થા ખાનગી કંપનીઓને સ્પેસ એક્ટિવિટીમાં મદદ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.