લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક, BJPના 52 નેતાઓને આમંત્રિત કરાયા

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપ આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક કરશે. જેમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં BJPના 52 નેતાઓને આમંત્રિત કરાયા છે, જેમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલ પણ હાજર રહેશે. આ બેઠકમાં પહેલા અમિત શાહ હાજર રહેવાના હતા. પરંતુ બેઠકમાં અમિત શાહની હાજરી પર સસ્પેન્સ યથાવત છે. લોકસભા ચૂંટણીનો એક્શન પ્લાન બેઠકમાં નક્કી કરાશે.

કોણ કોણ રહશે ઉપસ્થિત 

આ બેઠકમાં મુખ્ય આમંત્રિતો સિવાય કોઈ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહી. આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના મોબાઈલ પણ બહાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.