વડોદરામાંથી નકલી પોલીસ બની લોકોને ધમકી આપતો કર્મચારી ઝડપાયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં સતત નકલી અધિકારીઓને બોલબાલા જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરામાં ફરી નકલી પોલીસ સામે આવ્યો છે. જેમાં વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે એક નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઇસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.એટલું જ નહીં સયાજીગંજ પોલીસ મથકનો સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ-સ્ટાફનો પોલીસવાળો હોવાનુ જણાવી લોકોની તોડ કરી રહ્યો હતો. જેમાં પોલીસે આઈકાર્ડ માંગતા કોઈ પુરાવા ન મળતા આખરે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાતમીવાળી જગ્યા ટુ ઝેડ ભેલ સેન્ટર ખાતે જઈ તપાસ કરતા એક યુવક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ- સ્ટાફનો પોલીસવાળો હોવાનું જણાવ્યું હતું. જેથી તેની પાસે આઇકાર્ડ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

જેમાં તે પોલીસ ન હોવાનું સામે આવતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 170 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પછી સયાજીગંજ પોલીસે વડોદરામાંથી ઝડપેલા યુવકનું નામ નિતીનકુમાર જીતેન્દ્ર અગ્રવાલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલ બાઇક પર પોલીસનું લખાણ લખેલ હતું. જેથી બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.