અમદાવાદ ના ફાયરના એક અધિકારી એક ફાયરમેનને એ.સી.બી.નું તેડું એક વર્ષ અગાઉ લાંચ કેસમાં સસ્પેન્ડ કરાયેલા

ગુજરાત
ગુજરાત

એક વર્ષ અગાઉ ફાયર એન.ઓ.સી.આપવા માટે રુપિયા પંદર હજારની લાંચ લેતા સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાયેલા અમદાવાદ ફાયર વિભાગના સસ્પેન્ડેડ ડીવીઝનલ ફાયર ઓફિસર અને ફાયરમેનને લાંચ લેવાના પ્રકરણમાં બે દિવસમાં એ.સી.બી.સમક્ષ હાજર થવાનુ ફરમાન કરાતા ફાયર વિભાગમા ફરજ બજાવનારાઓમા હડકંપ મચી ગયો છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે લાંચ લેવાના પ્રકરણમા આ બંનેને એ.સી.બી. સમક્ષ હાજર થવુ પડશે એ બાબતને અનુમોદન આપ્યુ છે.અમદાવાદ ફાયર વિભાગ પાસેથી ફાયર એન.ઓ.સી.મેળવવી હોય તો આર્થિક વ્યવહાર કર્યા વગર એન.ઓ.સી.મળતી ના હોવાની હાલમા પણ અનેક પ્રકારની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા છેક મ્યુનિસિપલ કમિશનર સુધી થતી હોવાની વિગત બહાર આવવા પામી છે.દરમિયાન એક વર્ષ અગાઉ અમદાવાદ ફાયર વિભાગમાં પ્રોબેશન પિરીયડ ઉપર ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક પામેલા મનિષ મોઢ દ્વારા ફાયર એન.ઓ.સી.આપવા મામલે એક કીસ્સામા રુપિયા પંદર હજારની રકમ લાંચ પેટે માંગતા આખી ઘટનાનુ સ્ટીંગ ઓપરેશન એ સમયે કરવામા આવ્યુ હતુ.એ સમયે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે ડીવીઝનલ ફાયર ઓફિસર મનિષ મોઢ અને લાંચ લેનાર ફાયર વિભાગના જમાદાર એરીક રીબેરો બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની સાથે લાંચ લેવાના પ્રકરણમા વિજિલન્સ તપાસ પણ સોંપી હતી. ફાયર વિભાગના આ બંને સસ્પેન્ડ કર્મચારીઓને લાંચ લેવાના પ્રકરણમા વધુ પુછપરછ કરવા એ.સી.બી.ની કચેરીમા હાજર થવા ફરમાન કરાયુ છે. ફાયર વિભાગમા ચાલતી ચર્ચા મુજબ,શુક્રવારે મોડી રાતે એ.સી.બી.દ્વારા આ બંનેની પુછપરછ કરવા અટકાયત કરવામા આવી હતી.આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાનો સંપર્ક કરતા તેમના કહેવા પ્રમાણે,એ.સી.બી.એ.આ બંનેની અટકાયત કરી હતી કે કેમ? એ અંગે મને જાણ નથી.પરંતુ એ.સી.બી.નો સ્ટાફ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની કચેરી ખાતે પહોંચ્યો હતો.એ સમયે તેઓ કચેરીમા હાજર નહોતા.ફાયર વિભાગના આ બંને કર્મચારીને બે દિવસમા હાજર કરવા અંગે એ.સી.બી.તરફથી ફાયર વિભાગને લેખિતમા જાણ કરાઈ છે. અમદાવાદ અગાઉ વડોદરામા ફરજ બજાવતા મનિષ મોઢને ત્યાં પણ સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનુ ફાયરસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.