કડીમાં 18 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં હાર્ટ એટેકનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવવાથી મોત થઈ રહ્યાં છે. ત્યારે કડીમાં આવેલી જય રણછોડરાય સોસાયટીમાં રહેતાં 18 વર્ષીય મેકેનીકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી સંકેત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, સંકેત ગઈકાલે સવારે કોલેજની પરિક્ષા આપીને ઘરે પરત આવ્યો હતો. ત્યારબાદ તે સાંજના સમયે સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં મિત્રો સાથે બાંકડા પર બેસીને વાતો કરતો હતો. તે સમયે અચાનક સંકેતે વાતો કરવાનુ બંધ કરી દીધું અને મિત્રનાં ખભા પર ઢળી પડ્યો. ત્યારે આસપાસનાં લોકો દોડી આવી સંકેતને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર આપતાં તબીબોએ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
Tags HEART ATTACK india Rakhewal