અમરેલી: નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે બબાલ, નાનાભાઈએ લીધો મોટાભાઈનો જીવ
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે નાના ભાઈએ જ મોટા ભાઈને જ મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાની વિગત એવી છે કે વાહન લઇ જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં નાના ભાઈએ મોટા ભાઈને પછાડી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જો કે સમગ્ર ઘટનાની જાણ નાગેશ્રી પોલીસને થયા ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. નાગેશ્રી પોલીસે FSLની ટીમ અને DYSPને ઘટનાની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈને નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.