અમદાવાદ મહાનગરપાલિકામાં અમિત શાહનો દબદબો, થલતેજ, નારણપુરા અને ચાંદખેડાના કોર્પોરેટરોને મળી સત્તા

ગુજરાત
ગુજરાત

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યા છે, જ્યારે દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની મહાનગરપાલિકાની અંદર આ નિમણૂકોમાં ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો દબદબો રહ્યો છે, કારણ કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા અમદાવાદના વિસ્તારોમાંથી AMCની સત્તામાં મુખ્ય ત્રણ નિમણૂકો કરવામાં આવી છે, જેમાં શહેરના થલતેજ, નારણપુરા અને ચાંદખેડા વોર્ડમાંથી ત્રણ ઉમેદવારોને મોટું પદ આપવામાં આવ્યું છે. આ ત્રણેય વિસ્તારો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા હોવાથી અમદાવાદ કોર્પોરેશનમાં અમિત શાહનો દબદબો રહ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં આજે મેયર સહિતના પદ પર વરણી કરવામાં આવી છે. ત્યારે થલતેજમાં ભાજપની ટિકિટ પર જીતેલા હિતેષ બારોટ ગાંધીનગરના ભાજપના સાંસદના ખાસ ગણાય છે. જ્યારે ડેપ્યુટી મેયરપદે નિમાયેલાં ગીતાબેન પટેલ નારણપુરાનાં હોવાથી તેઓ પણ સાંસદની નજીકના ગણાય છે. હવે મહાનગરપાલિકામાં ભાજપના દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની વરણી કરવામાં આવી છે. તેઓ ચાંદખેડા વોર્ડમાંથી જીત્યા છે ત્યારે ચાંદખેડા પણ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતું હોવાથી અરુણસિંહ સાંસદની નજીક હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

મેયર કિરીટ પરમાર RSSના સક્રિય કાર્યકર છે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે થયેલી પાંચ નિમણૂકોમાં ત્રણ નિમણૂકો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતાં અમદાવાદના વોર્ડમાંથી કરવામાં આવી છે. આ ત્રણેય વોર્ડમાં ગાંધીનગરના ભાજપના સાંસદનો શરુઆતથી જ દબદબો રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ નેતાઓની વરણીમાં તેમનો દબદબો જોવા મળી રહ્યો છે. નવા મેયર કિરીટ પરમાર RSSના સક્રિય કાર્યકર છે અને તેઓ ભાજપના નેતા ગોરધન ઝડફિયાની નજીકના ગણાય છે. જ્યારે મેયર સિવાયના પદ પર નિમાયેલા ત્રણેય નેતાઓ ગાંધીનગર ભાજપના સાંસદના ખાસ અને નજીકના હોવાનું માનવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.