કોરોના કહેર વચ્ચે અમીરગઢ પાસે આવેલી કોરોના હોટેલ બની આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત
ગુજરાત

કોરોનાના ભય વચ્ચે પણ લોકો હોટલ પાસે આવીને સેલ્ફી લઈ રહ્યા છે

રખેવાળ, પાલનપુર

સમગ્ર દેશ સહિત વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના નામથી જ લોકો ડરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ પાસે કોરોના નામની હોટલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

કોરોનાની મહામારીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો તેની ઝપેટમાં આવ્યા છે. કોરોનાને લઈને સમગ્ર ભારતમાં હાલ લોકડાઉન આપવામાં આવ્યું છે.જોકે હાલ કોરોનાનું નામ પડતા જ અનેક લોકો ડરી રહ્યા છે અને મોટાભાગના લોકો ઘરની અંદર જ કેદ થઈ ગયા છે. પરંતુ કોરોના વાયરસ આવ્યો તે પહેલાં બનાસકાંઠાના અમીરગઢના લોકો માટે આ નામ નવું ન હતું. કારણ કે અમીરગઢ હાઇવે ઉપર ૨૦૧૫ થી જ કોરોના નામની હોટલ આવેલી છે અને આ કોરોના હોટલમાં લોકો વટથી જમવા જતા હતા. પરંતુ હવે લોકડાઉનના કારણે આ હોટલ બંધ છે. પરંતુ હવે આ કોરોના નામની હોટલને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. જેથી આ હોટલ આગળ લોકો આવીને ફોટા પાડી રહ્યા છે અને સેલ્ફી ખેંચી રહ્યા છે.

જો કે આ હોટલનું નામ કોરોના પહેલેથી જ રાખવામાં આવ્યું હતું પરંતુ તેનો ખરેખર મતલબ શુ થાય તે કોઈને ખબર નથી. કેટલાક લોકોના મત મુજબ કોરોનાનો મતલબ તાજ અથવા સ્ટાર ગેલેક્ષી એવું થાય છે. જો કે ગુજરાત તેમજ દેશના લોકો માટે થોડા મહિના પહેલા જ કોરોના શબ્દ નવો આવ્યો હતો. પરંતુ અમીરગઢના લોકો માટે કોરોના શબ્દનું આગમન ૨૦૧૫માં જ થઈ ગયું હતું. જો કે હવે કોરોનાની મહામારી ચાલી રહી છે અને આ મહામારી પુરી થયા બાદ આ કોરોના નામની હોટલમાં લોકો જમવા આવશે કે નહીં તે એક સવાલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.