અંબાલાલ પટેલની ઘાતક આગાહી, 17થી 20 ઓક્ટોબર સુધી ભારે વાવાઝોડું સર્જાય તેવી સંભાવના
ગુજરાતમાં લોકો કોઈ ચોક્કસ ઋતુ અનુભવી શક્તા નથી. હવે ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 17થી 20 ઓક્ટોબરમાં ભારે વાવાઝોડું સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે. આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે
ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.