અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, આગામી 13થી 18 સુધી માવઠાની આગાહી

ગુજરાત
ગુજરાત

આંધ્ર પ્રદેશમાં મિચોંગ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. તમિલનાડુંમાં 8 લોકોનાં મોત થયાં છે. આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી થઈ હતી. પરંતુ હજુ આ સંકટ ટળ્યું નથી. ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 13 થી 18 ડીસેમ્બર સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આવતાં સપ્તાહે ગુજરાતમાં માવઠું પડી શકે છે.13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું પડશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. વરસાદનાં કારણે કકડતી ઠંડી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.