અંબાલાલ પટેલે કરી આગાહી, આજથી જોરદાર ઠંડીની શરૂઆત

ગુજરાત
ગુજરાત

નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે. સાથે જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ 26 અને 27 ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે. રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે, જેને કારણે વધુ ઠંડી લાગશે.

અરબ સાગર, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી, અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બરનાં અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકાઓ છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકરસંક્રાંતિ માટે વિલન બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.