અંબાજીઃ ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઇ, જાનહાની ટળી

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે અંબાજીમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે ગબ્બર માર્ગ પર ટ્રક ઝાડ સાથે અથડાતાં અકસ્માતની ઘટના બની હતી. જોક સદનસીબે જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગબ્બર તરફથી અંબાજી આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. જેને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવી ટ્રક ચાલકને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.