વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં તમામ આરોપીઓ ફરાર

ગુજરાત
ગુજરાત

સમગ્ર દેશમાં ગઈકાલે ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી. ત્યારે વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યારસુધીમાં 16 સામે નામજોગ અને 10ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવને લઇ વડું પોલીસ મથકનો સ્ટાફ અને જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં વડોદરા શહેર ગ્રામ્ય SOG અને LCBની ટીમ સહિત વડું પોલીસના સ્ટાફે ગામમાં સર્ચ કર્યું હતું. હાલમાં આ બનાવમાં એકપણ શખસની અટકાયત કરવામાં આવી નથી અને તમામ શખસો ફરાર થઈ ગયા છે.આ બનાવ અંગે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ગઈ 18 તારીખે હિન્દુઓના ઝંડા કાઢી નાખ્યા હતા અને ગઈકાલે સાંજના સમયે ભોજ ગામે નીકળેલી શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં વિવાદ ઊભો કરવાના બહાને અને હત્યા કરવાના ઇરાદે નગીના મસ્જિદ સામેથી પસાર થતી વખતે વિર્ધમીઓનું ટોળું એક સંપ થઈ આવી ગયું હતું. મારી નાખવાની ધમકીઓ આપી, બીભત્સ ગાળો આપી ઉશ્કેરણી કરી શોભાયાત્રામાં રહેલા માણસોને મારી નાખવાના ઈરાદે પથ્થરો અને ઈંટોના છૂટા ઘા કરી ઇજાઓ પહોંચાડી હતી. એને લઇ વડું પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી છે.

 


આ ઘટનામાં આરોપી પલો કાસમ મલેક, ફારુક દરબાર (રહે. દરબારની વાડી ભોજ ગામ), અનિશ પ્રતાપ, અશફાક રાજુ (રહે. ઊંડું ફળિયું, ભોજ ગામ ), ઈસ્માઈલ માસ્તરનો છોકરો ઈસાક, મુદ્દતસર ઉર્ફે મુદો કાળિયો, તે લાડુનો ભાઈબંધ, ઐયુબ અહેમદ ધોરીનો મોટો છોકરો, રફીક ઈબ્રાહિમ ઉર્ફે ડબલ, ઈસ્માઈલ મોટાજીનો નાનો છોકરો, અલ્તાફ કાળુભાઇ રાઠોડ, ફેઝાન યુસુફ રાઠોડ, અનવર રાઠોડ, ઈરફાન ઈસ્માઈલ રાઠોડ ઉર્ફે ઈફો રિક્ષાવાળો, સિકંદર અહેમદ ચૌહાણ, સમીર બચુ વાઘેલા અને ભોલુ રાજુ ચીમન (તમામ રહે. ભોજ) તથા તેમની સાથે બીજા આશરે દસેક અજાણ્યા માણસો (તમામ રહે.ભોજ તા.પાદરા, જિ.વડોદરા) સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પથ્થરમારામાં 8 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે, જેમાં પ્રીતિબેન વીરસંગ, અમૃતબેન બુધાભાઈ, અનિતાબેન ભરતભાઈ પટેલ, સોહમ ભરતભાઈ પટેલ, પીયૂષ રણજિત, કૃપાબેન ગોપાલભાઈ પટેલ, લક્ષ્મીબેન રમેશભાઈ પરમાર, ઈશિકા સારંગભાઈ પટેલ (રહે.ભોજ તા.પાદરા, જી.વડોદરા.) ને સારવાર આપવામાં આવી છે.આ બનાવ અંગે વડું પોલીસ મથકના PI ડી.જી.તડવીએ જણાવ્યું હતું કે આ બનાવમાં તમામ આરોપીઓ હાલમાં ફરાર થઈ ગયા છે. વડું પોલીસ મથકનો સ્ટાફ જિલ્લા LCB અને SOGની વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઈ વધુ કાર્યવાહી અને આરોપીઓને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.