૧લી સપ્ટેમ્બરથી ગુજરાતમાં તમામ સ્કૂલો ખુલશે : શિક્ષણમંત્રી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યભરની તમામ શાળાઓને આગામી ૧ સપ્ટેમ્બરેથી ખોલવાનો નિર્ણય લીધો છે. ૧૫ ઓગસ્ટ સુધી બધા જ ધોરણની સ્કૂલો બંધ રહેશે, ૧૫ ઓગસ્ટ બાદ પહેલા તબક્કામાં કોલેજ અને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની શાળાઓ ખોલી મૂકવામાં આશે. પછી ૧ સપ્ટેમ્બરથી ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ની તમામ શાળાઓ ફરીથી ખુલી જશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સ્કૂલ ખોલવા અંગેના સવાલનો જવાબ આપતા આ વાત જણાવી. સ્કૂલોની ફીને લઇને પણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વની માહિતી આપી. સરકારે નિર્દેશ આપ્યો છે કે રાજ્યની સ્કૂલો આ વર્ષે ફી નહિ વધારી શકે. સાથે જ સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો કે તેમના વાલીઓ પર ફી ભરવાને લઇ દબાણ નહિ નાખી શકે. સપ્ટેમ્બર મહિના સુધી ફી વસૂલીનું દબાણ પણ નહિ બનાવી શકે. ફી અથવા અન્ય ખર્ચ માટે દબાણ કરતી શાળાઓ વિરુદ્ધ આકરાં પગલાં ભરવામાં આવશે. ઉપરાંત સ્કૂલો એકસાથે બધી ફી ભરવાને બદલે દર મહિને થોડી થડી ફી ભરવાની સુવિધા આપશે. શિક્ષણમંત્રીએ કકે પાઠ્યપુસ્તક કે અન્ય સાહિત્ય, ટ્રાન્સપોર્ટેશન, યૂનિફોર્મ માટે પણ સ્કૂલો દબાણ નહિ નાખે. રાજ્યમાં સ્કૂલ ટ્યૂશન ફી ઉપરાંત અન્ય ખર્ચની માંગ પણ નહિ કરી શકે. બાળકોના વાલીઓ ઇચ્છશે તો એકસાથે બધી ફી ભરવાને બદલે દર મહિને સ્કૂલમાં ફી જમા કરાવી શકશે. શિક્ષણમંત્રીએ ક કે, જા કોઇ શાળાએ ફી ભરવાને લઇ બાળકો પર દબાણ કર્યું તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આના માટે રાજ્યનું શિક્ષણ વિભાગ તમામ સ્કૂલો પર નજર રાખશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.