અમદાવાદીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેદરકાર, બે દિવસમાં રૂ. 56.10 લાખનો દંડ વસુલાયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં માસ્ક ન પહેરવામાં અમદાવાદીઓ બેદરકાર જણાયા છે. શહેર પોલીસે બે દિવસમાં 5600 જેટલા લોકો પાસેથી રૂ. 56.10 લાખનો દંડ વસુલ કર્યો છે. માસ્ક પહેરવામાં સૌથી વધુ બેદરકાર લોકો અમદાવાદના કોટ વિસ્તારમાં કાલુપુર, ખાડિયા, જમાલપુર, સરસપુર, નરોડા રોડ, શહેરકોટડા તેમજ સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં ઝડપાયા છે. દરેક વિસ્તારમાંથી 100થી વધુ લોકોને માસ્ક વગર પકડી તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

અમદાવાદ શહેર પોલીસે અત્યાર સુધીમાં 2.89 લાખ અમદાવાદીઓને માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ. 15.86 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. અમદાવાદમાં બે દિવસથી રોજ 1500 જેટલા લોકોને પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ ઝડપી અને દંડ કરવામા આવી રહ્યો છે. શુક્રવારે 2410 જેટલા લોકોને પકડી રૂ. 24.10 લાખનો જ્યારે શનિવારે 3260 લોકોને પકડી રૂ. 32.60 લાખનો એમ મળી બે દિવસમાં રૂ. 56.70 લાખનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. દરેક વિસ્તારમાં હવે 50થી વધુ લોકો માસ્ક વગર પોલીસના હાથે ઝડપાય છે.

એપેડેમીક એકટ, જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના ભંગ બદલ 33407 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં 42228 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં રોજની 300થી વધુ ગુના માત્ર એપેડેમીક એકટ, જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના નોંધાય છે અને તેટલા જ આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. આ તમામ પરથી સ્પષ્ટ છે કે અમદાવાદીઓ માસ્ક પહેરવા અને કરફ્યુ પાલનમાં બેદરકાર જણાઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.