અમદાવાદના મેટ્રો સહિત સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ અને વિકાસના કામો પર ‘કાપ’ આવશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોના ના લોકડાઉનના કારણે સરકારની આવક બંધ થઈ જતા આર્થિક કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં કરકસરની સાથે વિકાસના કામો પણ થંભી ગયા છે, એટલું જ નહીં વિવિધ વિભાગોમાં વિકાસ માટે અને યોજનાઓ માટે ફાળવવામાં આવેલા બજેટમાં પણ ધરખમ કાપ મુકવામાં આવી રહ્યો છે, ગુજરાતની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં વિભાગ દ્વારા અલગ અલગ વિભાગોને ફાળવેલા બજેટ પર કાપ મુકવા માટે બેઠકો શરૂ કરવામાં આવી છે, જેમાં જે તે વિભાગના અધિકારીઓ સાથે બેસી બજેટમાં કાપ મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક યોજનાઓ અને કામો અટકી પડે તેવી શક્યતા છે.

કોરોના લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકારની આવક ઘટવાની સામે ખર્ચમાં તોતીંગ વધારો થયો હોવાથી તિજોરી તળીયા ઝાટક છે. ત્યારે નાણાના કારણે અનેક મહત્વના પ્રોજેક્ટ હાલ તુર્ત સ્થગિત રાખવાથી માંડીને નવી સરકારી ભરતી અટકાવવા કે તેમાં કાપ ઝીંકવા ઉપરાંત કર્મચારીઓને એક વર્ષ સુધી કોઇ નવા આંર્થિક લાભ નહીં આપવા સહિતના નિર્ણયો લેવાની દિશામાં રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ કોરોના મહામારીના પછીના સમયમાં રાજ્યમાં આર્થિક પુનરુત્થાન કરવા માટે હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં મહત્વની એક કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે આ સમિતિએ રાજ્ય સરકારને આપેલા અહેવાલના પગલે સરકાર હવે મોટાભાગના સરકારી ખર્ચમાં કાપ મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. અગાઉ હસમુખ અઢિયા સમિતિના વચગાળાના અહેવાલને આધારે રાજ્ય સરકારે આ વર્ષે કૃષિ મહોત્સવ,શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ સહિતના મોટાભાગના મેળાવડા કાર્યક્રમો કરકસર નીતિના કારણે રદ કર્યા છે.

તો બીજી તરફ રાજ્ય સરકાર નવી સરકારી ભરતી પ્રક્રિયા ઉપર પણ દશ ટકા પ્રતિબંધ લાદી શકે તેમ છે. પરંતુ આગામી એક વર્ષ સુધી રાજ્ય સરકારની કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓ અને અધિકારીઓની નિવૃત્ત થવાની સંખ્યા પણ ઘણા મોટા પ્રમાણમાં છે અને એટલે સરકાર માટે નવી ભરતી પરનો પ્રતિબંધ સ્વીકાર્ય બને તેમ જણાતું નથી. પરંતુ સરકાર આ માટે બીજા વિકલ્પો વિચારી શકે તેમ છે.

જેમકે ખાસ કરીને નવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાના હતા તેના ઉપર સરકાર કાપ મૂકી શકે તેમ છે. ખાસ કરીને મેટ્રો રેલ પ્રોજેક્ટ ૨ જે હાથ ધરવાનો હતો તે કરકસરની નીતિના કારણે હાલ પૂરતો સ્થગિત કરી શકે તેમ છે. સાથે સાથે રાજ્ય સરકાર નવી શૈક્ષણિક સંસ્થાઓ હાલ શરૂ નહીં કરીને ખર્ચે રોકવાની દિશામાં સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.