અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે
દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે.જેમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.ત્યારે અમદાવાદ સાથે નવી દિલ્હી અને CSMT,મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુન:વિકાસ કરવામાં આવશે.આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂ.10,000 કરોડનું રોકાણ થશે.આમ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્યમંદિરથી પ્રેરિત છે.