અમદાવાદમાં વધુ 251 લોકો કોરોનાની ઝપેટમાં 117 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં દિવાળી બાદ જામેલી કોરોનાની બીજી લ્હેર થોડી ધીમી પડતાં શહેરીજનોએ થોડો હાશકારો અનુભવ્યો છે. 320 નજીક પહોંચી ગયેલો નવા કેસોનો આંકડો 250ની આજુબાજુ આવી ગયો છે. જો કે, અગાઉના 143 રોજના નોંધાતા કેસો કરતાં તો આંકડો ઘણો ઉંચો છે જ. ઉપરાંત મૃત્યુ પણ 8ની આસપાસ રહે છે. દરમ્યાનમાં આજે ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડમાંથી 53.13 ટકા ખાલી પડયા છે. બીજી તરફ આજે એક જ દિવસમાં નવા 251 કેસો નોંધાયા છે.

ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડમાંથી 53.13 ટકા ખાલી પડયા

જ્યારે સારવાર લઈ રહેલાઓમાંથી પાંચ દર્દીના કરૂણ મૃત્યુ નોંધાયા છે તેમજ સાજા થઈ ગયેલા 257 લોકો ડિસ્ચાર્જ થયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોનો આંકડો 55020ને આંબી ગયો છે, જેમાંથી પાંચ દર્દીઓએ તેમની જિંદગી ગુમાવી છે. જ્યારે કોરોનાને મ્હાત કરીને સાજા થઈ ગયેલા 257 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.

દરમ્યાન રાહતની બાબત એ છે કે ખાનગી હૉસ્પિટલોના 3747 પ્રાઇવેટ બેડમાંથી 1756 ભરેલા છે જ્યારે તેનાથી વધુ 1991 બેડ ખાલી પડયા છે. જો કે, ગંભીર દર્દીઓની સંખ્યા વધુ છે. આઇસીયુના 289 બેડ ભરાયેલા છે, જ્યારે 269 ખાલી છે. તેમજ 146 વેન્ટીલેટર ઉપર છે, 117 વેન્ટીલેટર ખાલી છે. જ્યારે સરકારની યાદી મુજબ રાજ્યભરમાં 68 દર્દીઓ જ વેન્ટીલેટર ઉપર છે ! 6 કોવિડ સેન્ટરોની 317 પથારીઓમાંથી માત્ર 1 જ પથારીમાં દર્દી છે, બાકીની 316 પથારી ખાલી છે.

ઉપરાંત એક્ટિવ કેસો ઘટીને 2541 થઈ ગયા છે જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1324 અને પૂર્વ પટ્ટાના પૂર્વ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોનના 1217 સારવાર હેઠળના દર્દીઓનો સમાવેશ થવા જાય છે. એસવીપીમાં 600 બેડ ભરાઈ ગયા હતા તે ઘટીને હાલ 340 જેટલા થઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.