અમદાવાદ: અંગતપળનો વિડિયો બનાવી પડોશમાં રહેતી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં એક યુવાને પોતાના જ ઘર નજીક રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની સાથે શરુઆતમાં તો મિત્રતા કેળવી હતી અને ધીરે ધીરે આગળ વધારતા જઈ તેણે મહિલાનો અશ્લીલ વીડિયો અને તસ્વીરો મેળવી લઈ શારીરિક શોષણ કરવા લાગ્યો હતો. મહિલાની સાથે તે દુષ્કર્મ આચરવા લાગ્યો હતો. આખરે વધારે પરેશાન કરવાની શરુઆત કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

એલિસ બ્રિજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસે મહિલાના કેટલા ફોટોગ્રાફ અને વીડિયો છે, તે અંગેની પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસની કાર્યવાહી શરુ કરી છે. આમ આરોપી જેલના હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કલ્પેશ ઉર્ફે કપિલ ચાવડા એ પાડોશમાં રહેતી મહિલા સાથે મિત્રતા કરીને દુષ્કર્મ આચર્યું છે. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પાડોશી કલ્પેશ ચાવડાએ મિત્રતા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ અંગત ફોટોગ્રાફ જાહેર કરવાની અને આપઘાત ની ધમકી આપીને મહિલા સાથે શારીરિક શોષણ કર્યું. મહિલાએ કંટાળીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપી કલ્પેશ ઉર્ફે કપીલ બાબુભાઇ ચાવડા પરણિત છે અને મજુરી કામ કરે છે. કલ્પેશને 8 વર્ષની નાની દીકરી છે, આ દીકરી ભોગ બનનાર મહિલાના ઘરે રમવા માટે જતી હતી. તે વખતે મહિલાનો મોબાઇલ નંબર આરોપીએ મેળવીને મિત્રતા કરી હતી. આરોપીએ શરૂઆતમાં વ્હોટસએપ દ્વારા વાત કરવાનુ શરૂ કરેલ ત્યારબાદ આરોપીએ મહિલાને પસંદ કરે છે તેવો મેસેજ કર્યો હતો. મહિલાએ વાત કરવાની બંધ કરી દેતા આરોપીએ આપઘાત કરવાની ધમકી આપી હતી. તેણે મહિલાને બહાર પરમિલ ચાર રસ્તા નજીક એક હોટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે હોટલના ફોટો ગ્રાફ લઈ મહિલાને આરોપી કલ્પેશ બ્લેકમેઇલ કરતો હતો. જેથી દોઢેક વર્ષથી આરોપી કલ્પેશ ઉર્ફે કપીલ ચાવડા મહિલાનું શોષણ કરતો રહ્યો હતો.

એલિસબ્રિજ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરીને મેડીકલ તપાસ કરાવ્યો. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ FSL માં મોકલીને વધુ તપાસ શરૂ કરી.પોલીસે હકીકતમાં વીડિયો અને ફોટો બનાવ્યા છે અને તે કેટલા બનાવ્યા છે તે તમામ દીશામાં પણ તપાસ શરુ કરી છે. આ વીડિયો ફોટા કોઈને શેર કર્યા છે કે કેમ એ દીશામાં પણ તપાસ શરુ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.