આગામી સમયમા અરબી સમુદ્રના પવનો ગુજરાતમાં વરસાદ લાવશે
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક સમયના વિરામ પછી નૈઋત્યના ચોમાસુ પવનોએ વેગ પકડયો છે અને અરબી સમુદ્રના પવનો ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસમાં વરસાદ લાવે તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.આ સાથે નૈઋત્યનાના ભેજવાળા પવનો આગળ વધી રહ્યાં છે.જેના કારણે ગુજરાત,રાજસ્થાનના કેટલાક ભાગો મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તાર તેમજ ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તાર તેમજ ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદ આગામી 3 થી 4 દિવસમા શરૂ થઈ જશે.છેલ્લા કેટલાક દિવસોથી દેશના પંજાબ,હરિયાણા,રાજસ્થાન,ગુજરાત,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને બિહાર ગરમીમાં શેકાઈ રહ્યાં છે.બીજીતરફ દેશના પશ્ચિમ બંગાળ,સિક્કિમ,મેઘાલય,આસામ અને નાગાલેન્ડ તથા મણિપુર,મિઝોરમને તરબતર કરી નાખ્યાં છે.