પાલનપુરમાં  એક્ટિવા-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું કમકમાટીભર્યુ મોત

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે પાલનપુરમાં આજે સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં એક્ટિવા સ્લિપ થઇ ગઇ હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ તરફ મહિલાના પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના માનસરોવર પાસે આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વનીતાબેન યોગેશકુમાર તેમના પતિ અને પુત્ર સાથે એક્ટિવા પર પસાર થતાં હતાં. આ દરમ્યાન ટ્રક સાથે અકસ્માતમાં એક્ટિવા સ્લિપ થઇ જતાં વનીતાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઇ ગયુ હતુ. આ તરફ વનિતાબેનના પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.