કેડી હોસ્પિટલમાં સફળ ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટની સર્જરી કરી નવી સિદ્ધિ હાંસલ કરી

ગુજરાત
ગુજરાત

કેડી હોસ્પિટલે અમદાવાદ શહેરમાં પ્રથમવાર સફળ ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ સર્જરી કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરેલી છે. આ સર્જરીમાં દર્દી માટે ચોક્કસ પ્રકારનો ઈમપ્લાન્ટ યુનાઇટેડ કિંગડમથી આયાત કરાયો હતો.

રાજસ્થાનના ભીલવાડાના 56 વર્ષીય વેપારી મેઘરાજ બહેતી કેટલાય વર્ષોથી ઘુંટીમાં પીડા થવાથી પગ જકડાઈ જતો અને સોજો આવવાથી
મર્યાદિત હલનચલન કરી શકતાં હતાં. જેના લીધે તેઓ વધારે લાંબો સમય ઉભા રહી શકતાં ન હતાં. આવી સ્થિતમાં ઘૂંટીનાં કાયમી દર્દ નિવારણ માટે હાડકામાં કરન્ટ આપીને સારવાર આપવામાં આવે છે. પરંતુ આના કારણે સાંધાઓનું મર્યાદિત હલનચલન થઈ જાય છે.

આથી મેઘરાજ બહેતીએ ટોટલ એંકલ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી. જેમાં નુકસાન થયેલા સાંધાના ઘટકોને કૃત્રિમ ભાગ વડે બદલવામાં આવે છે. જેના કારણે ફરીથી હલનચલન થઇ શકે છે. આ સફળ સર્જરીના લીધે દર્દીને 12 વર્ષ જૂની પીડામાંથી મુક્તિ મળી છે. કે.ડી. હોસ્પિટલના એમડી ડોક્ટર અદિત દેસાઇએ જણાવ્યું કે, ‘જે ટેકનિકલ ચોકસાઇથી શસ્ત્રક્રિયા કરીને ટોટલ એલ રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ છે તેનાથી મને નવાઈ લાગી છે. આ સિદ્ધિને કારણે ગંભીર એન્કલ આર્થરાઇટીસનો ભોગ બનેલા દર્દીઓમાં નવી આશા ઉત્પન્ન થઇ શકે છે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.