દ્વારકા બિચ પર પેરાગ્લાઈડિંગ દરમિયાન અકસ્માત, નીચે પટકાતા યાત્રિકને પહોંચી સામાન્ય ઈજા
દ્વારકાનાં બિચ પર પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે. ત્યારે દ્વારકાનાં શિવરાજપુર બિચ પર એક યાત્રીક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન યાત્રીક નીચે પટકાયો જેના લીધે તેને સામાન્ય ઈજા પહોંચી છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન જ્યારે યાત્રીક સાથે બનાવ બન્યો ત્યારે અન્ય પર્યટકો બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણતા નજરે પડ્યા હતાં.એટલું જ નહીં કેટલાક યાત્રીકો સ્કુબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતાં.
- દ્વારકા બિચ પર પેરાગ્લાઈડિંગ દરમિયાન અકસ્માત
- નીચે પટકાતા યાત્રિકને પહોંચી સામાન્ય ઈજા
- મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યો છે વેપાર
દ્વારકામાં ઘણાં લોકો બિચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટી મંજૂરી વિના કરે છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે યાત્રિકોનાં જીવનું જોખમ વધે છે.