લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત : ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલકનું મોત

ગુજરાત
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. લિંબડી PGVCL કચેરી પાસે હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેથી લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી એક વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે હાઈવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હાઇવે ઉપર બંને બાજુ વાહનોની લાગી લાઈન લાગી હતી. પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.