સુરતમાં સ્કુલ રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ત્રણ બાળકોને ગંભીર ઈજા

ગુજરાત
ગુજરાત

સુરતમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતનાં અડાજન વિસ્તારમાં સ્કૂલ રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ રીક્ષા 8 બાળકો ભરેલી હતી. આ ઘટનામાં પાંચ બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે ત્રણ બાળકો ગંભીર અવસ્થામાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં.

ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય બાળકોને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ઘટનાના સમાચાર મળતાં સ્થાનિક પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમા ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.