પતંગની દોરીથી મિત્રનું ગળું કપાઈ જવાથી મોત થતા યુવાને 1 હજારથી વધુ ગાર્ડ મફત આપ્યા

ગુજરાત
ગુજરાત

રાજપીપળાની શર્મા કોમ્પલેક્ષ પાસે પતંગના દોરાથી બચવા માટે દ્રીચક્રી વાહનો પર ગાર્ડ લગાવવા માટે લોકોની કતાર લાગી હતી. નીરજ પટેલ નામના યુવાને વિનામુલ્યે ગાર્ડ વિતરણ શરૂ કર્યું છે કારણ કે તેના ખાસ મિત્રનું પતંગની દોરીથી ગળુ કપાઈ જવાથી મોત થયું હતું.ઉત્તરાયણ પર્વ આવતો હોય આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજપીપળાના વેપારી નીરજ પટેલે 1 હજારથી વધુ જેટલી બાઈકો સ્કુટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા તારનું એક પ્રોટેક્શન ગાર્ડ લગાવ્યાં છે. રાજપીપલા સંતોષ ચોકડી પર આવેલ તેમની દુકાન બહાર મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર ગાર્ડ લગાવતા આની દુકાને આ ગાર્ડ લગાવવા લાંબી લાઈનો લાગી હતી.નીરજ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે મારા એક ખાસ મિત્રનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મૃત્યુ થયું હતું. જેનું આજે પણ દુખ થાય છે અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે વડોદરામાં એક યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું અને મૃત્યુ થયું એટલે લોકોની સલામતી માટે કઈ કરવાનો વિચાર આવ્યો હતો. મારી દુકાનની બહાર વાહનચાલકોને વિનામુલ્યે ગાર્ડ લગાવી આપવાનું શરૂ કરી દીધું છે.

રાજપીપળામાં ઉત્તરાયણ આવે એ પહેલા કેટલાક શ્રમજીવી યુવાનો આવા તાર મંગાવી સ્કૂટરોને 100થી 150માં લાગવી આપી પોતાનો ધંધો કરતા હતા. આ યુવાને મફતમાં ગાર્ડ લગાવવાની જાહેરાત કરતા આ ચારથી પાંચ યુવાનોનો ધંધો ચોપટ થઇ ગયો અને કોઈ તેમની પાસે રૂપિયા આપી ગાર્ડ લગાવતા નહિ એટલે આ વેપારી યુવાનો આ યુવાનને મળી તેમનો ધંધોના બગાડવા રજૂઆત કરતા આ યુવાને તેમના બધા તાર ખરીદી બધાને તેની જગ્યાએ મફતમાં તાર લગાવવા કામે લગાડી દીધા. આ શ્રમજીવી યુવાનો પણ ખુશ થઇ ગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.