છોટા ઉદેપુર નગરના કવાંટ નાકા પાસે યુવક અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા ટાંકી પર ચડ્યો

ગુજરાત
ગુજરાત

છોટા ઉદેપુર નગરના કવાંટ નાકા પાસે પાણીની ટાંકી ઉપર બપોરના સમયે શોલે ફિલ્મના વીરુની જેમ એક વ્યક્તિ આત્મહત્યા કરવામાં ઇરાદે ચઢ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી યુવકને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. યુવક સમજીને નીચે ઉતરવા જતા ટાંકી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતાં વડોદરા રીફર કરવામાં આવ્યો છે.છોટા ઉદેપુર નગરમાં સિંધી ટાઉન વિસ્તારમાં રહેતો ઇમરાન ઘોરી આજરોજ બપોરના સમયે કવાંટ નાકા ઉપર આવેલી પાણીની ટાંકી ઉપર ચઢી ગયો હતો. અગમ્ય કારણોસર આત્મહત્યાના ઈરાદે ઉપર ચઢેલા યુવકને નીચે ઉતારવા લોકોએ ઘણી મહેનત કરી, પરંતુ અંતે યુવક ન સમજતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ટાંકી પર ચડેલા યુવક ઇમરાન ઘોરીને નીચે ઉતારવા સ્થાનિક લોકો તેમના નાના બાળકને લઇને દુગાઈઓ દેતા નજરે પડતા હતા. આખરે પોલીસ અને લોકોની ઘણી સમજાવટ બાદ તેઓ નીચે ઉતરવા તૈયાર થયા હતા. યુવક નશાની હાલતમાં હોવાની પોલીસને શંકા જતા પોલીસે જાતે ઉપર ચડી યુવકને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક કોઈનું સાંભળ્યા વગર જાતે સીડી ઉતરવા જતાં સીડી પરથી પગ લપસી જતાં ટાંકી ઉપરથી નીચે પટકાયો હતો. 50 ફૂટ ઊંચી ટાંકીથી નીચે પટકાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેઓને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.