મુન્દ્રાના પોર્ટ રોડ ઉપર ઓફિસે જતા બાઈક ચાલક યુવકનું ટ્રક હડફેટે મોત નિપજ્યું

ગુજરાત
ગુજરાત

કચ્છમાં આજે માર્ગ અકસ્માતની ઘટનામાં વધુ એક બાઈક ચાલકનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. મુન્દ્નાના પોર્ટ રોડ ઉપર આવેલી ચામુંડા ટ્રાન્સપોર્ટની કચેરીમાં બાઈક મારફતે ફરજ નિભાવવા પહોંચતા મૂળ રાપર તાલુકાના ખીરઈ ગામના અને હાલ મુન્દ્રા નગરની વ્યાસ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યુવકનું ટ્રક હડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગેની ફરિયાદ હતભાગીના પિતરાઈ ભાઈએ નોંધાવતા મુન્દ્રા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મુન્દ્રા પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના અરસામાં નગરના પોર્ટ રોડ ઉપર સદગુરુ એમ્પાયર સામે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નજીકની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો યુવક બાઇક લઈ જતો હતો, ત્યારે હાઇવે રોડ પરના કટમાંથી વળાંક લેતી વખતે પુરપાટ આવતી ટ્રકની હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પામતા મરણ પામ્યો હતો. બનાવ અંગેની નોંધ મૃતકના પિતરાઈ ભાઈએ નોંધાવતા ટ્રક ચાલક વિરુદ્ધ ગફલત ભરી રિતે વાહન ચલાવવા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.