કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખની એક ટ્વિટથી પક્ષમાં ખળભળાટ
ગુજરાત કોંગ્રેસની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી હાર થઈ છે. આ હારને લઈને હાઈકમાન્ડ ખૂબજ નારાજ છે. બીજી બાજુ પક્ષમાં અંદરો અંદર સિનિયર નેતાઓ વચ્ચે ચાલતો જૂથવાદ પણ કોંગ્રેસની હાર માટે જવાબદાર ગણવામાં આવે છે. હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ બદલી નાંખ્યા અને હવે પ્રભારી પણ બદલવાની તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખની એક ટ્વિટથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. તેમણે કરેલી ટ્વિટથી તેઓ પક્ષ અને સિનિયર નેતાઓથી નારાજ હોવાનું જાણવા મળે છે.
ગ્યાસુદ્દિન શેખે બે ટ્વિટ કરી છે. જેમાં તેમણે પહેલી ટ્વિટમાં કહ્યું છે કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સિનિયર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ આપને નિવેદન કરે છે કે, હાલમાં એવો અનુભવ થઈ રહ્યો છે કે,ગુજરાત કોંગ્રેસની આ વખતે ઈતિહાસની સૌથી ખરાબ હાર થઈ છે.તેમજ આ પરાજય બાદ પણ કોંગ્રેસે ક્યારેય પાઠ ભણ્યો નથી. તેમણે કરેલી બીજી ટ્વિટમાં કહ્યું હતું કે, આ પરાજય પાછળના કારણોની તપાસ કરનાર સત્ય શોધક કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું તો ક્યારેય નથી કહ્યું કે, રાત દિવસ કામ કરનારાને પણ મહત્વ આપવામાં આવે. તેમણે આ ટ્વિટમાં કે.સી વેણુગોપાલ, કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યાં છે