રાજ્યમાં ધોરણ 1થી 8ના કુલ 9362 શિક્ષકોની જગ્યા ખાલી: RTIમાં ધડાકો

ગુજરાત
ગુજરાત

એકતરફ દેશમાં બેરોજગારીનું સ્તર વધતું હોવાનું કહેવાય રહ્યું છે. એવો પણ અંદાજ છે કે, કોરોના કાળમાં અનેક લોકોની નોકરી છૂટી ગઇ છે. બીજીતરફ શિક્ષિત બેરોજગરો પણ ભરતી અંગે માંગ કરી રહ્યા છે. આવા સમયે જ સરકારના પોલ ખોલતા આંકડા સામે આવ્યા છે. જે મુજબ રાજયમાં મંજુર મહેકમના ધોરણ 1થી 8ના કુલ 9362 શિક્ષકોની જગ્યા ખાલી છે. એક આરટીઆઈની અરજી પર ખુલાસો થયા બાદ સરકાર ઘેરામાં આવી ગઈ છે. અનેક ઉમેદવારો સરકાર તત્કાલ ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે. તો વિપક્ષ પણ આ મુદ્દે સવાલો ઉઠાવી સરકારને ઘેરવા પ્રયાસ કરી શકે છે. એક ટેટ-૨ પાસ ઉમેદવારે જણાવ્યું હતું કે, “પ્રાથમિક શિક્ષણ ખૂબ જ મહત્વનું છે અને જો મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી રાખવામાં આવે તો તેની અસર વિધાર્થીઓના અભ્યાસ પર પડી શકે છે.” સરકાર દ્વારા વહેલી તકે શિક્ષકોની ભરતીમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

મળતી માહિતી મુજબ સાબરકાંઠાના યુવાન દ્વારા RTI અરજીમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, “31મી ઓગસ્ટ 2020ના મહેકમ મુજબ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં વિષય મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે,” તેની વિગતો માંગી હતી. આ સવાલનો જવાબમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 5મી ડિસેમ્બરના રોજ RTI (રાઈટ ટુ ઇન્ફોર્મેશન) હેઠળ આપવામાં આવ્યો છે કે, ધોરણ 1થી 5માં કુલ 5786 શિક્ષકોની જગ્યા ખાલી છે, જ્યારે ધોરણ 6 થી 8માં ગણિત – વિજ્ઞાનમાં 2274, સામાજિક વિજ્ઞાનમાં – 1302 શિક્ષકોની જગ્યા ખાલી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.