ગુજરાતમાં કુલ 1,12,336 કેસ પોઝિટિવ નોંધાયા, અત્યારસુધીમાં કુલ 92,805 દર્દી સાજા થઈ, મૃત્યુઆંક 3,198એ પહોંચ્યો છે.

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોના માર્ચ મહિનાથી સતત હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ કેસ તેમજ મોતનો આંકડો વધતો જોવા મળે છે. સરકાર દ્વારા કોવિડ-19ના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 3,219,983 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 1,12,336 કેસ પોઝિટિવ નોંધાયા છે. જોકે અત્યારસુધીમાં કુલ 92,805 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,198એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 16,333 એક્ટિવ કેસ છે, જેમાંથી 90 દર્દી વેન્ટિલેટર પર અને 16,243 દર્દીની હાલત સ્થિર છે, જ્યારે 7,43,026 લોકો ક્વોરન્ટીન છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1365 નવા કેસ નોંધાયા છે અને 1335 દર્દી સાજા થયા છે તેમજ 15 દર્દીનાં મોત થયાં છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ જિલ્લો, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક મળી કુલ 15 દર્દીનાં રાજ્યમાં મોત થયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.