ભરૂચના અસુરીયા નજીક નેશનલ હાઇવે પર ગેસના બોટલો ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ મચી

ગુજરાત
ગુજરાત

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર એક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ગઈ હતી. જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.આજ રોજ વહેલી સવારે નેશનલ હાઈવે.નંબર 48 પરથી મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પોનો ચાલક રાંધણ ગેસના બોટલો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો. આ સમયે તે અસુરીયા પાટિયા પાસે અચાનક પલ્ટી જતાં હાઇવે ઉપર ગેસના બોટલો ફેલાઈ ગયા હતાં. જોકે, ગેસના બોટલો માર્ગ પર પડતા જ અન્ય વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

આ ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ટેમ્પોને સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી હાઈવે ક્લીયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો. જોકે, સદનસીબે ગેસના બોટલો ખાલી હોવાથી મોટી ઘટના ટળી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.