સુરતના ભટાર ચાર રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા એક પાછળ એક 4 કાર અથડાઈ

ગુજરાત
ગુજરાત

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા 4 કાર એક પછી એક અથડાઈ ગઈ હતી. જેથી રાત્રે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નહોતી.ઉધના મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ બાજુ જતી વખતે ભટાર ચાર રસ્તા પાસે બ્રિજ પહેલા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થ્રી-વ્હિલર ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લીધો હતો. જેને પગલે પાછળથી આવતી 4 કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી.

અકસ્માતને પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, તેની પાછળ વરના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ હતી. જેમાં વરના કારના બે બલૂન ખુલી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.ચાર કાર અથડાવાના કારણે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી. ચાર કાર અથડાવાના કારણે ટ્રાફિક પણ સર્જાઈ ગયો હતો. પોલીસે ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.