જામજોધપુરના કોટડાબાવીસી ગામમાં તાલુકા કક્ષાની શિબિર યોજાઈ

ગુજરાત
ગુજરાત

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જામજોધપુર તાલુકાના પશુપાલકોને પશુ માવજત, પશુઓનું રહેઠાણ, પશુ સંવર્ધન, પશુ સારવાર તથા રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને કે.સી.સી. પશુપાલન વિશે જામનગર પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ ખાંટ, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જામજોધપુર ગૌશાળા પ્રમુખ કાંતિભાઈ રામોલિયા અને જામનગર પશુપાલન વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુકલ દ્વારા જણાવવામાંં આવ્યુંં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.