સુરતમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો : 2 ચોર પતંગ અને ફીરકીની કરી ગયા હતા ચોરી
ચોરી માટે વિવિધ વસ્તુઓની ચોરી થતી રહેતી હોય છે. આ વચ્ચે હવે સુરતમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પંતગની સાથે ફીરકી સાથે બોબીનની ચોરી થવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જેને 300 નંગ પતંગ અને ફીરકી તેમજ બોબીન પણ ચોરી કરી હતી. પતંગ, બોબીન, ફીરકી સહિતના સામાનની ઘરફોડ ચોરી થઈ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉત્રાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 300 જેટલી પતંગ, 3 ફીરકી, 10 બોબીન, રોકડા તથા મોપડે સહિતની 60 હજારની ચોરી કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.
તેમજ પોલીસે આરોપીઓમાં ગોડાદરા ખાતે રહેતા અજય ઉર્ફે ઢેબરો, દિપક રાવડીયા અને રવિ ઉર્ફે લાલા રાઠોડની ધરપકડ કરી હતી. ઉત્રાણ પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઘરફોડ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે સીસીટીવી ફુટેજમાં ઘરફોડ ચોરીની ઘટના કેદ થઈ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના સાથે જ ચોરોની નવી મમોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં દોરી અન પતંગ માટે પણ ચોરી કરતાં હોય તેવી ઘટના સામે આવી છે. આ પછી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે અને પતંગના સ્ટોલધારકોને સાવચેત રહેવા સૂચના આપી છે.