બોટાદ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત રમત-ગમત સ્પર્ધા યોજાઈ

ગુજરાત
ગુજરાત

બોટાદના ખસ રોડપર આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “સુરક્ષા સેતુ” અન્વયે યુવાનોમાં ફિજીકલ ફીટનેશ વધે તે હેતુથી રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા પોલીસ કચેરીના સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ, બોટાદ શહેરના યુવાનો તેમજ બોટાદ જિલ્લા પોલીસના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


બોટાદ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રમત-ગમત સ્પર્ધામાં 100 મીટર રનીંગ, 200 મીટર રનીંગ 400 મીટર રનીંગ તથા 100×4 મીટર રીલે રનીંગ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્પર્ધામાં અલગ અલગ 80 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.બોટાદ ખાતે યોજાયેલ રમત ગમત સ્પર્ધામાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા રમત ગમત સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઈનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતું. જ્યારે પ્રોરોબેશનલ ડીવાયેસપી એન.પી.આહીર દ્વારા વિદ્યાર્થીઓને રમતમાં ખેલ ભાવના, ડીસીપ્લીન તેમજ ફિઝિકલ ફિટનેસ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.