USમાં રહેતા નિવૃત્ત ગુજરાતી PSIની તેના જ દોહિત્રએ હત્યા કરી

ગુજરાત
ગુજરાત

મૂળ ગુજરાતી અને 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા નિવૃત્ત PSIની હત્યા થયાના સમાચાર છે. મૃતક દિલીપ બ્રહ્મભટ્ટ બિલીમોરામાં PSI તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ કેટલાક સમયથી પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હતો. જેથી કંટાળી તેમના જ દોહિત્રએ નિવૃત્ત PSI તેમના પત્ની અને તેમના દિકરાની હત્યા કરી હતી. ન્યૂયોર્ક પોલીસે હત્યારા દોહિત્રની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 15 વર્ષથી નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ જે આ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેઓને ઝઘડો તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો, આ ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ હત્યાની ઘટના બાદ મૃતક દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.