રાજકોટમાં ચાલુ કારમાં આવ્યો વ્યક્તિને હાર્ટ એટેક
રાજકોટમાં હાર્ટ એટેકના વધી રહેલાં કેસથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે 50 થી 55 વર્ષનાં એક કાકાને ચાલું કારમાં હાર્ટ એટેક આવ્યો હતો. આજુબાજુ રહેલાં સ્થાનિકો દોડી આવી કાકાને હોસ્પીટલ લઈ ગયાં હતાં.
રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલું કારમાં હાર્ટ એટેક આવવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યાં હતાં. એસ્ટ્રોન ચોક પાસે ચાલું કારમાં વ્યક્તિને હાર્ટ એટેક આવતાં લોકોએ તેમને કારમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં. રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકનાં કેસો વધી રહ્યાં છે.
હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
- દરરોજ એક્સરસાઈઝ કરો અને પોતાની ફિટનેસ સારી રાખો.
- પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો.
- સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો.
- સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો.
Tags HEART ATTACK india Rakhewal