નવસારીના શાંતાદેવી રોડ પર પાર્ક કરેલું મોપેડ ભડભડ સળગી ઉઠ્યું,

ગુજરાત
ગુજરાત

નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં રોડ પર પાસે પાર્ક થયેલું એક મોપેડ સળગી ઉઠ્યું હતું. જેને લઇ આજુબાજુ માંથી પસાર થતાં અન્ય રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.


ફાયર વિભાગે પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન લગાવ્યું છે. આગ લાગતા જ તેનો માલિક સ્થળ પર હાજર ન હતો. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને ફોન કરીને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને આગ પર કાબુ મેળવ્યો હતો. એકાએક મોપેડમાં લાગેલી આગથી સૌ કોઈ ગભરાઈ ગયા હતા.સદભાગ્યે મોપેડમાં લાગેલી આગ ના લપેટમાં કોઈ બીજું વાહન આવ્યું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.