વડોદરામાં ટ્રેનિંગ માટે આવેલા મિલીટ્રી જવાને તેની મહિલા મિત્રને 22 કલાક ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યુ, આરોપી ફરાર

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં ટ્રેનિંગ માટે આવેલા મિલીટ્રી જવાને મહિલા મિત્ર પર દુષ્કર્મ આચરીને તેને 22 કલાક ગોંધી રાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મિલીટ્રી જવાનની શોધખોળ શરૂ કરી છે.

બંને વચ્ચે અનેક વખત મુલાકત થઈ
યુવતીએ મિલીટ્રી જવાન મિરેન કિશન સામે યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 3 વર્ષ પહેલાં હું અને મિરેન કિશન ડેટીંગ એપના માધ્યથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ અમારા બંને વચ્ચે અનેક વખત મુલાકત થઈ હતી. આ દરમિયાન 7 નવેમ્બર-2023 રોજ રાત્રે 10 વાગે મિરેન કિશન મને બેચરલ કવાટર્સમાં લઇ ગયો હતો.

22 કલાક સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું
યુવતીએ મિરેન કિશનના મોબાઇલ ફોનમાં અન્ય યુવતીઓના મેસેજ વાંચ્યા હતા. આ મામલે યુવતીએ મિરેનને યુવતીઓ વિષે પૂછ્યું હતું. જેથી મિરેન ગુસ્સે થઈ ગયો હતો અને યુવતીને 22 કલાક સુધી ગોંધી રાખી હતી અને તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જવાને જ્યારે યુવતીને ગોંધી રાખી હતી, તે દરમિયાન યુવતી છટકીને ઘરે જતી રહી હતી.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
ઘરે જઇને યુવતીએ સમગ્ર ઘટના પરિવારજનોને કહી હતી અને પરિવાર સાથે વાત કર્યાં બાદ 2 મહિના બાદ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.