જુનાગઢના ઓસા ઘેડ ગામે ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો

ગુજરાત
ગુજરાત

જુનાગઢના ઓસા ઘેડ ગામમાં ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગાંજાના 34 લીલા છોડ અને 630 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો. આધેડે પોતાના ઘરમાં જ ગાંજાનું વાવેતર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ 2002માં હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચુક્યો છે. છેલ્લા 5 વર્ષથી જેલમાંથી છૂટી ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે 1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

62 વર્ષિય નરસી ખાખરા નામનો શખ્સ ગાંજાનો વેપાર કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે દરોડા કરતા તેના ઘરેથી 630 ગ્રામ સુકો ગાંજો અને ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.