વડોદરામાં 14 લોકોનો ભોગ લેનારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં મોટો ખુલાસો
વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જેમાં લેક ઝોનની ભાગબટાઈનો મામલો સામે આવ્યો છે. એક કરોડનું રોકાણ કરનારને 10%ના ભાગીદાર બનાવ્યા હતા. જેમાં 50 લાખનું રોકાણ કરનારને 5% ના ભાગીદાર બનાવ્યા હતા. તેમજ 5 આરોપીમાંથી રશ્મી પ્રજાપતિએ 1 કરોડનું રોકાણ કર્યું હતું.ભીમસિંગ અને વેદ પ્રકાશ યાદવનું નામ 50-50 લાખના રોકાણમાં આવ્યું છે. જેમાં પોલીસે બેન્ક સ્ટેટમેન્ટ, કરારની વિગતોની તપાસ હાથ ધરી છે. વડોદરામાં હરણી લેક ઝોનમાં 12 નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા. તેમાં હવે લેક ઝોનની ભાગબટાઈનો મામલો સામે આવ્યો છે. હરણી દુર્ઘટના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનરની ધરપકડ છે. કોટિયા મેનેજમેન્ટના પાર્ટનર બીનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. કોટિયા મેનેજમેન્ટ પાસે હરણી તળાવનું સંચાલન હતું.
પરેશ શાહે કરાર કરી બીનીત કોટિયાને સંચાલન સોંપ્યું હતું. તેમજ બીનીત કોટિયા ફરસાણનો વેપારી પણ છે. તથા અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મુખ્ય આરોપી પરેશ શાહ, નિલેશ જૈન પોલીસ પકડથી દુર છે. તેઓ મોટા માથા સાથે સંકડાયેલા હોવાની ચર્ચા થઇ રહી છે.